વલસાડ: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાસંદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ નાગરિકની વલસાડની સિવિલ હોસ્પીટલ ખાતે ચાલી રહેલી સારવારની સ્થિતિ તેમજ ઘાયલ વ્યક્તિની સ્વાસ્થ્યની કાળજી લેવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ધાયલનું ખબર અંતર પુછી સારી સારવાર મળે એ માટે હોસ્પીટલના અધિકારીઓને સુચના આપી હતી, સાથે હોસ્પીટલની સરપ્રાઈઝ વિઝિટ કરી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા અનેક દર્દીઓને રૂબરૂ મળી ખબર અંતર પુછી, સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારની મુલાકાત કરી હતી.
આ દરમિયાન ડોક્ટરોને સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી, મુશ્કેલી, અગવડતા ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતી. અને કુતુહલ તો એ દ્રશ્યોએ જમાવ્યું કે એક માજી અને દાદા હોસ્પિટલમાં નીચે બેસી સારવારની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાંસદ ધવલ પટેલ ખુદ નીચે બેસી જઈ એમની સાથે સંવાદ કરી તેમની સારવાર માટે લઇ જતા જોવા મળ્યા હતા.