સેલવાસ: ખાનગી બસની બ્રેક ફેલ થઈ જતાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બસ રોડની સાઇડમાં ઉતરી ઝાડીમાં ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 10 થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રાથમિક માહિતી મુજબ દાદરા નગર હવેલીમાં સેલવાસનાં દૂધનીનાં કરચોન્ડ નજીક ઢોળાવવાળા રસ્તા પર ખાનગી બસની બ્રેક ફેલ થઈ હતી. બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ રોડની સાઈડમાં ઉતરી ઝાડીઓમાં ટકરાઈ હતી. ત્યારે બસનો ક્લીનર નીચે કૂધો હતો. બસનાં પાછળનાં ટાયરમાં આવી જતા તેનું મોત નીપજ્યું છે.
હાલમાં Decision News ને મળેલી જાણકારી પ્રમાણે 10 થી વધુ લોકોને ઇજા પહોંચી આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 10 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસની ટીમે ઘટના સ્થળે જઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ બસની બ્રેક ફેલ થતાં અકસ્માત સમયે બસનો ક્લીનર જીવ બચાવવા નીચે કૂધો હતો પરંતુ, બસનાં પાછળનાં ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળ પર મોત થઇ ગયું હતું.