હિમતનગર: ગતરોજ હિમતનગરની નવી સિવિલ હોસ્પિટલની એક સ્ટાફ નર્સની ભોંયતળીયે આત્મહત્યા કરેલ મૃતદેહ તથા તેણીના સામેના ફ્લેટમાં રહેતા સ્ટાફ બ્રધરની પત્નીની ફ્લેટની અંદરથી મૃતદેહ મળી આવતાં પોલીસે સ્થળ નિરીક્ષણ કરી મૃતદેહો અને આજુબાજુના વિસ્તારની તપાસ કર્યા બાદ કલાકો સુધી કોઈ જાણકારી ન મળતા માથુ ખંજવાળવાનો વારો આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હિંમતનગર સિવિલના સ્ટાફ કવાર્ટસમાં રહેતા અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયાબેન કલાસવાનો મૃતદેહ સ્ટાફ કવાર્ટસના ગ્રાઉન્ડ ફલોર પરથી મળી આવ્યો અને તેણી સ્ટાફ કવાર્ટસના બ્લોક નં.1માં આવેલ 401 નંબરની રૂમમાં રહેતી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ તરત જ આવીને બ્લોક નં.1ના ચોથા માળેથી  તપાસ કરી તો આજ બ્લોકમાં આવેલ રૂમ નં.402માંથી ડીમ્પલબેન પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવતાં ખુદ પોલીસ પણ મુંઝવણમાં આવી ગઈ હતી .

હાલમાં એવા અનુમાન સાથે વધુ તપાસ કરાઈ રહી છે કે બંને મૃતદેહ મળી તે ઘટના કદાચ આત્મહત્યા કે હત્યા કરાઈ હોય તો નવાઈ નહી. આ ઘટના પાછળ કંકાસ કે આડાસબંધ હોવાની શક્યતાને પણ જોવાઈ રહી છે. તપાસનો દોર ચાલુ રખાયો છે.