નડિયાદ: ગુજરાતમાં દિવસે દિવસે દુષ્કર્મના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત 12 વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી અને ડરાવી ધમકાવીને 17 વર્ષના કિશોરે તેની દુષ્કર્મ કર્યાનો કિસ્સો હાલમાં જ નડિયાદમાં પ્રકાશમાં આવી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ 14 ઓક્ટોબરે સગીરાએ પોતાની ફોઈને કહ્યું હતું કે, આપણા ઘરની સામે રહેતો કિશોર તેણીની સાથે બોલવાનું કહી મળવાની જીદ કરે છે. જેથી સગીરાની ફોઈએ કિશોરના ઘરે તેની માતાને મળી કિશોરની હરકત બાબતે જાણ કરી હતી. માતાએ પણ દીકરાને ઠપકો આપશે તેવી વાત પણ કરી હતી. બાદમાં તે જ દિવસે બપોરે સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેના ફોઈ તેણીને દવાખાને લઈ જઈ દવા કરાવી હતી.
પણ સાંજ સુધી તેને સારૂ ન લાગતા ફોઈએ પ્રેમથી ભત્રીજીને પુછતા તેણીએ જણાવેલું કે, પડોશમાં રહેતો કિશોર પ્રેમજાળમાં ફસાવી ઈશારા કરી મને બોલાવતો હતો અને મારી સાથે બોલવા માટે જીદ કરતો હતો. આજથી પખવાડિયા અગાઉ આ કિશોરે મને નજીક આવેલી ઓરડીમાં સવારના સમયે લઈ જઈ મારે સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે આ દુઃખાવો થાય છે. જે તે સમયે મે કોઈને આ વાતની જાણ કરી નહોતી. હાલમાં સગીરાની ફરિયાદ મુજબ નડિયાદ ટાઉન પોલીસની ટીમે દુષ્કૃત્ય કરનારા સગીરની અટકાયત કરી લીધી છે.