કપરાડા: સ્પર્શ ટ્રસ્ટ અને જીત કુને ડો એસોસિયેશન દ્વારા કપરાડામાં જીમ અને કરાટે ટ્રેનિંગ ક્લાસ માટે હોલનું શુભારંભ કરવામાં આવ્યું. જેમાં રવિવારના રોજ કપરાડા તાલુકામાં આવેલાં 100 થી વધુ ગામોમાં આદિવાસી વસ્તીઓ વસી રહી છે. ત્યારે આધુનિક સમયમાં ગ્રામીણ યુવાઓ/યુવતીઓ પણ શિક્ષણની સાથે સાથે અન્ય ટેકનિકલી ફેકલ્ટીમાં ભાગ લઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંય વર્ષોથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યારે. ગ્રામીણ ક્ષેત્રોમાં ઉત્સુક યુવાનોને કરાટે, જુડો , કુંગ ફુ, કુસ્તી, રેશલિંગ, જેવા આર્ટ્સ ના. ટીચર તેમજ સેન્ટર ઉપલબ્ધ ના હોવાથી . તેઓની શીખવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તેવા સમયમાં હાલમાં કપરાડામાં. સ્પર્શ ટ્રસ્ટ સહયોગ માટે આગળ આવી રહ્યું છે. આ ટ્રેનીંગમાં યુવાઓને કરાટે, કૂંગ ફું, જુડો ટ્રેનીંગ મળી રહે અને ભવિષ્યમાં પોતાને મજબૂત બનાવી દેશ સેવામાં ભાગીદારી ભજવે તેવા હેતુથી જીમ અને કરાટે ટ્રેનિંગ હોલનું શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સ્પર્શ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ, સામાજિક કાર્યકર્તા જયેન્દ્રભાઈ ગાવિત, સ્નેક રેશક્યું માસ્ટર મુકેશભાઈ, આશ્રય ટ્રસ્ટનાં પ્રમુખ મોહનભાઈ, દેવરાભાઈ, DNH MMA Master. રંજીતભાઇ ગરોડા અને વિઠ્ઠલભાઈ રાઉત ઉપસ્થિત રહ્યા હતાં.