ભરૂચ: આજરોજ ભરૂચના એક ગામમાં રહેતા મુસ્લીમ પરિવારની સગીરાને ગામમાં જ દાદીના ઘરે રહેવા આવેલાં મુળ ઝઘડિયાના આદિવાસી સમાજના યુવાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો બનાવ ભરૂચ પોલીસના ચોપડે ગુનો નોંધાયો છે.

ઝઘડિયા તાલુકામાં રહેતો કિશન ઉર્ફે ભયલો વસાવા ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં તેની દાદીને ત્યાં રહેવા આવ્યો હતો. ત્યારે તેણે ગામમાં રહેતી મુસ્લીમ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને 6 ઓગષ્ટના રોજ સગીરાને ભગાડી ગયો હતો. બે મહિના સુધી પરિવારજનોએ તેમને શોધવા અનેક પ્રયાસ કર્યાં હતાં. અરસામાં 4 ઓક્ટોબરે સગીરા ઘરે પરત આવી હતી.

પરિવારજનોએ સગીરાની પુછપરછ કરતાં સગીરાએ જણાવ્યું કે, બે મહિનામાં કિશને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. અરસામાં 7 ઓક્ટોબરે કિશન સગીરાને પરત ભગાડી ગયો હતો. બનાવને પગલે સગીરાની માતાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.