વાંસદા: આજરોજ વાંસદાના ઉનાઈ ગામના નાકા ફળિયામાં રહેતા 21 વર્ષના વિશાલ નવીનભાઈ ગાયકવાડ મિત્ર બ્રિજેશભાઈના જન્મ દિવસ નિમિત્તે સરા ગામની સીમમાં અંબિકા નદીએ ઉજવણી કરવા પહોંચ્યા હતા. જન્મ દિવસની ઉજવણી માટે 6 – 7 યુવાનો ભેગા થયા હતા. જેમાંથી વિશાલ સાથે 4-5 યુવાનો નદીમાં નાહવા ગયા હતા. જોકે અંબિકા નદીના પ્રવાહમાં અંદાજે ત્રણ યુવકો ડૂબી રહ્યા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનોએ નદીમાં કૂદીને બે યુવકને બચાવી લીધા હતા પરંતુ વિશાલ ગાયકવાડ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનાને પગલે તરવૈયાઓ સાંજના સમયે જ વિશાલની શોધખોળ હાથ ધરી હતી. સરા ગામના સરપંચે પણ પોતે નદીના ઊંડા પાણીમાં ઝંપલાવી મોડી સાંજ સુધી યુવકની શોધખોળ આદરી હતી. જોકે યુવક મળી આવ્યો ન હતો, જે બાદ બીજા દિવસે સરાના સરપંચે નદીમાં ઝંપલાવી સવારના સમયે પણ યુવકની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ એનડીઆરએફની ટીમ પણ નદીમાં ડૂબેલા યુવકની શોધખોળ કરવા પહોંચી હતી અને જહેમત બાદ આ યુવકનો મૃતદેહ અંબિકા નદી માંથી મળી આવ્યો હતો. જ્યારે મિત્રના જન્મ દિવસનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો અને પરિવાર પર પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉજવણી કરવા આવ્યા હતા
3જી ઓકટોબરના રોજ પાર્ટી કરવા માટે આવ્યા હતા. સાંજે 6 વાગ્યાના અરસામાં 4-5 જણા નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી 3 યુવકો ડૂબી રહ્યા હોવાનું માલુમ પડતાં ત્યાં માછીમારી કરી રહેલા માછીમારોએ 2 યુવકને બચાવી લીધા હતા. જોકે 1યુવક મોડી સાંજ સુધી મળી આવ્યો ન હતો નરેશભાઈ, સ્થાનિક, સરા પ્રયાસ કર્યો પણ એક યુવકને બચાવી ન શક્યા
સાંજે 3 યુવકો નદીમાં ડૂબી રહ્યા હતા. જેમાંથી બે ને બચાવી લેવામાં સફળતા મળી હતી, પરંતુ એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેથી તેની ભાળ ન મળતાં મુશ્કેલી વધી હતી. મેં પાણીમાં ઝંપલાવ્યું હતું અને તરવૈયાઓ સાથે યુવકની શોધખોળ હાથ ધરી હતી. જો કે યુવક મળી આવ્યો ન હતો ત્યારબાદ બીજા દિવસે સવારે યુવકની શોધખોળ હાથ ધરી ત્યારે 11:15 કલાકના અરસામાં યુવકની લાશ નદીમાંથી મળી આવી હતી. જેને લઈ શોકનું વાતાવરણ સર્જાયું હતું. દિલીપભાઈ, સરપંચ, સરા