અમલસાડ: અમલસાડ પોલીસ સ્ટેશનમાં ગીતાબેન ભરત ભાઇ હળપતિ તેમજ ગણેશભાઇ ભરતભાઇ હળપતિ સાથે થયેલ ગેરવર્તણૂક અને જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવેલ કોલાસણાં ગામનાં વાટા ફળિયાના ગીરીશ ભાઇ રાઠોડને માર મારવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને આજે આવેદનપત્ર અપાયું હતું.

અમલસાડ પોલીસ સ્ટેશનમાં ગીતાબેન ભરત ભાઇ હળપતિ તેમજ ગણેશભાઇ ભરતભાઇ હળપતિ સાથે તા.25/8/2024 ના રોજ થયેલ ગેરવર્તણૂક થયાં બાબતે ફરિયાદ થઈ હતી તેમજ જલાલપોર તાલુકાના મરોલી ખાતે આવેલ કોલાસણાં ગામનાં વાટા ફળિયાના ગીરીશ ભાઇ રાઠોડને માર મારવામાં આવ્યો એ બાબતે પણ ફરિયાદ કરવામાં આવી હતી એમ છતાં આજદિન સુધી એમાં કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરાતાં આ બંને બાબતને લઈ આજરોજ તા.3/10/2024 ને ગુરુવારના રોજ બપોરે 12.30 કલાકે બિરસા આર્મી સંગઠન દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર અપાયું હતું.

આજે નવસારી કલેકટર આવેદનપત્ર આપતી વેળાએ આદિવાસી સમાજના આગેવાનો તેમજ બિરસા આર્મીના સક્રિય કાર્યકર્તાઓએ કલેકટર કચેરી ખાતે હાજર રહીને ગરીબ આદિવાસી પરિવારને સમયસર ન્યાય મળે તે માટે પ્રયાસ કર્યો હતો.