વાંસદા: વાંસદાના મોટી વાલઝર ગામે 10 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો, જેનું પરિણામે ગામમાં ફરી એકવાર દીપડાના આતંકની અસર જોવા મળી છે. દીપડાએ બાળકી પર હુમલો કરતા તેની ગળાના ભાગે નખના નિશાન અને ઊંડા ઘા થવા પામ્યા છે.બાળીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના મોતિવાલઝર ગામના ડુંગરી ફળિયામાં રહેતા શિક્ષક કમલેશભાઇ ની 10વર્ષીય દીકરી પર એકાએક દીપડાએ હુમલો કરતા ફૂલ જેવી બાળકીના ગળાના ભાગે બચકા ભર્યા હતા,જેથી બાળકીને ગાળાના ભાગે ઊંડા ઘા થયા હતા.

જેથી તેણીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટના પછી વનવિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને દીપડાને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. પણ ક્યાં સુધી આ દીપડાના મોં થી નિર્દોષ વ્યક્તિઓ શિકાર થતાં રેહશે એ સવાલ મુંઝવણ ભર્યો છે.