ચીખલી: પ્રેમના નામે શરીરસુખ માણવાની હદ સુધી પોહચી જનારા આજના યુવક-યુવતી માટે આ કિસ્સો રેડ લાઈટ બરાબર છે. નર્સિંગનું ભણતી 23 વર્ષની છોકરીનું હોટલમાં પોતાના બોયફ્રેન્ડ ભાર્ગવ પટેલ સાથે સેક્સ માણવા જતાં મોત થયું હતું. ભાર્ગવ પટેલ સાથે સેક્સ માણવામાં વધારે પડતું લોહી વહી જવાને કારણે તે બેભાન થઈને ઢળી પડી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
હોટલમાં સેક્સ માણતી વખતે યુવતીનું મોત
ચીખલીમાં રહેતી 23 વર્ષની યુવતી તેની બાજુમાં રહીને અભ્યાસ કરતાં યુવાન ભાર્વંગ સાથે પ્રેમમાં હતી. બુધવારે સવારે કોલેજ જવાનું કહીને યુવતી બોયફ્રેન્ડ ભાર્ગવ સાથે હોટલમાં પહોંચી હતી જ્યાં બન્નેએ શારીરિક સંબંધો બાંધ્યાં હતા આ દરમિયાન વધારે પડતું લોહી વહી જતાં યુવતી બેભાન થઈ હતી આથી તેના બોયફ્રેન્ડે મિત્રોને ફોન કરીને આ અંગે જણાવ્યું પછી મિત્રો આવીને તેને બુલેટ પર હોસ્પિટલ લઈ ગયાં જ્યાં તેનું મોત થયું હતું.
બોયફ્રેન્ડના મોટા પ્રાઈવેટ પાર્ટથી બન્યો દર્દનાક બનાવ
ફોરેન્સિક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે યુવાનનો પ્રાઈવેટ પાર્ટ મોટો હોવાથી પેનિટ્રેશન દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી વધારે પડતું લોહી વહેવા લાગ્યું હતું અને તેને કારણે તે બેભાન થઈ ગઈ હતી. શારીરિક સંબંધો બાંધતી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.
પીડિત યુવતીના ભાર્ગવ પટેલ નામના યુવાન સાથે પ્રેમમાં હતી. યુવતી નર્સિંગ કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. બુધવારે તેમણે બન્નેએ હોટલમાં જવાનો પ્લાન ગોઠવ્યો હતો.
કેમ થાય છે રક્તસ્ત્રાવ ?
મેડિકલ વિજ્ઞાનની પરિભાષામાં સમજીએ તો યોનિમાર્ગમાં રહેલો પડદો (યોનિપટલ-હાઈમેન) તૂટવાથી આવો રક્તસ્ત્રાવ થતો હોય છે. આ એકદમ બારીક પડ છે. જે ક્યારેક પ્રથમ સમાગમ દરમિયાન તૂટે છે અને તેને કારણે સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું બધું લોહી વહી જાય છે જે મોતનું કારણ બની શકે છે.