ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના ગોપાલિયા ગામ અને ગોવટ ગામ વચ્ચે GJ-19-BL-5214 નબર ની બાઇક અને એક ફોરવીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકોને ગંભીર ઈજા થવા પામી હતી જયારે બાઇકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું.

અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિ ધનસુખભાઈ કરસનભાઈએ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે આ બાઈક ધારકો કેવડી કેવડી થી ઉમરપાડા જવાના રસ્તે વધુ સ્પીડે જય રહ્યા હતા જેમાં એ લોકો પોતાની બાઈક પર સંતુલન ન જાણતા સામે આવતી કાલને જોડે અકસ્માત સર્જયું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન અમરવાડા પોલીસ ત્યાં પહોંચી અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી અને કેસ દાખલ કર્યો

આ ગંભીર અકસ્માતમાં કારનું 90 હજાર રૂપિયાથી વધુ નુકસાન તથા બાઇક ચાલકને ગંભીર ઇજા અને બાઇકોનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. હાલમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને નોંધવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here