ગુજરાત: ‘વંદે ભારત’નું સ્વાગત કરતાં સમયે પ્લેટફોર્મ પર ઈટાવાના ભાજપના ધારાસભ્ય સરિતા ભદૌરિયા લીલી ઝંડી બતાવવા પહોંચ્યા હતા ત્યારે ધક્કામુક્કીમાં ટ્રેનની આગળ પાટા પર લીલી ઝંડી સાથે જ પટકાયા હોવાની ઘટના બહાર આવી છે.

ધારાસભ્ય સરિતા ભદૌરિયા ઈટાવા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યા અને પ્લેટફોર્મ પર ઉભા રહીને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી રહ્યા હતા તે સમયે ધક્કા-મુક્કી થઈ અને સરિતા ભદૌરિયા રેલવે ટ્રેક પર પટકાયાનો બનાવ બન્યો હતો.

પાટા પર પટકાતા જ ટ્રેનના લોકો પાયલટે હોર્ન વગાડયો હતો. અને પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય નેતાઓએ લોકો પાયલટને ટ્રેન થોભાવવા ઈશારો કર્યો અને પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય નેતાઓ પાટા પર કૂદી સરિતા ભદૌરિયાને  પકડીને ઉપર ચડાવ્યા હતા. સદ્દનસીબે તેમને ગંભીર ઈજા થવા પામી નહોતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here