પારડી: 22 વર્ષની નર્સિંગનો અભ્યાસ ખતમ કરેલી યુવતીએ પારડી તાલુકાના ગોઈમા ગામમાં પોતાના ઘરની છત પર એંગલ સાથે ઓઢણી બાંધી અગમ્ય કારણોસર અચાનક ફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગોઈમા ગામન આમલી ફળિયાની અસ્મિતાબેન સુમનભાઈ પટેલે અગમ્ય કારણોસર પોતાના ઘરની છત પર આવેલી એંગલ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. તે પોતાની માતા-બહેન સાથે રહેતી હતી. તેણીએ નર્સિંગનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં જ તે ઘરે રહેવા આવી હતી. માતા ખેતરમાં કામ કરવા અને નાની બહેન સ્કૂલમાં અભ્યાસ જતા ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાઈ લીધો હતો.
સ્થાનિક લોકનું એમ કહેવું હતું કે અસ્મિતાને ફાંસો ખાધેલી હાલતમાંથી નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે રોહિણા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પણ તબીબે તેને મૃત જાહેર કરી હતી. હાલમાં પણ અસ્મિતાના આપઘાતનું સત્ય ઘેરાયેલું છે. પોલીસ તપાસ ચાલુ છે.