કપરાડા: સિંગારટાટી, સરવર ટાટી, શાહુડા, વાલવેરી, વડસેત, ધામણ વેંગણ જેવા કપરડાના 6 ગામમાં ધરમપુરના સરકારી વસાહતમાં રહી ગ્રામસેવકની ફરજ બજાવતી યુવતી કૃપાલીબેન વહેલી ઘરેથી પોતાની ફરજ ઉપરના ગામમાં જઈ રહી હતી ત્યારે દિનબારી પાસે ટ્રકના ચાલકે સ્કુટીને ટકકર મારતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યાંનો કિસ્સો સામે આવ્યો છે.
Decision news ને મળેલી જાણકારી મુજબ સવારે રાજકોટની વતની 24 વર્ષીય કૃપાલીબેન ધરમપુર સરકારી વસાહતમાં રહી કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ સેવકની સરકારી નોકરી કરતી હતી ત્યારે ગતરોજ 9.00 કલાકે gj-03-ja-3245 નબરની પોતાની સ્કૂટી લઈ ફરજ ઉપર જઈ રહી હતી તે વખતે દિન બારી બોરીની ડરડી પાસે mh-11-dd-4272 નબરના ટ્રક ચાલકે પાછળથી ટકર મારી દેતા કૃપાલીબેન ડામર ઉપર પટકાઈ હતી અને તેના શરીર ઉપર ટાયર ફરી વળતાં તેઓ ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના બનતા આસપાસમાં ખેતરમાં કામ કરતાં લોકો દોડી આવ્યા હતા ભાગી રહેલા ટ્રક ચાલકને પકડી પાડયો હતો અને કપરાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતની જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી લાશનો કબજો લઈ કપરાડા રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લાશને ખસેડી હતી.