છોટાઉદેપુર: શિક્ષણ એ જ કલ્યાણના સૂત્રને સાકાર કરવા માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે છોટાઉદેપુર જિલ્લાના ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઈબ્રેરી ઉદાહરણ રૂપ ગણી શકાય.

છોટાઉદેપુર જિલ્લો રાજ્યનો સરહદી અને પછાત ગણાતા જિલ્લા પૈકીનો એક છે અહીં હજુ પણ ઉંડાણના ગામડામાંઓમાં સાક્ષરતાનો દર ઓછો છે પરંતુ સામાજિક અને શૈક્ષણિક જાગૃતતાના કારણે ધીરે ધીરે શિક્ષણ પ્રત્યે લગાવ વધી રહ્યો છે અને તે જિલ્લાના ઊંડાણના ગામડામાં પણ જોવા મળી રહ્યો છે.

ખજુરીયા ગામ નાં અને નોકરી કરતા એવા અર્જુન ભાઈ રાઠવા,રાઠવા પ્રવીણભાઈ તેરીયાભાઈ રાઠવા, અરવિંદભાઈ કાંતિભાઈ રાઠવા ,અરવિંદભાઈ ગોવિંદભાઇ, પ્રવીણભાઈ તેરીયાભાઈ, અર્જુનભાઈ કેળીયાભાઈ, વિઠ્ઠલભાઈ રાઠવા, હરજીભાઇ મીઠિયાભાઈ, નગીનભાઈ રાઠવા, ગોપાલભાઈ વરજુભાઈ, મહેશભાઈ કેશલાભાઈ, સુમનભાઈ કાળીયાભાઈ કિશનભાઈ નારસિંગભાઈ, રવીભાઈ કિરીટભાઈ-ખજુરી ગામના તમામ નોકરીયાત, વડીલો, ઞામના આગેવાનો, યુવાન ભાઈ_બહેનો ગામના નોકરી ધંધો કરતા તમામ યુવાનો વડીલોના અથાગ મહેનત થકી આજે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ઉદઘાટન પ્રસંગે ગામ માં આનંદ અને ખુશી છવાઇ ગઇ હતી.

છોટાઉદેપુર જિલ્લા ના ખજુરીયા ગામમાં નોકરી ધંધો કરતા જાગૃત નાગરિકો તથા ગામનાં યુવાનો નાં સહયોગ થી આજે લક્ષ્ય પુસ્તકાલય નામ ની લાઈબ્રેરી નું ગામ નાં વડીલ કેડીયાભાઈ રાઠવા નાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજનભાઈ રાઠવા, જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ગામ લોકો ના સહિયારા પ્રયાસો થી ઉભી કરવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનો ને આશીર્વાદ સમાન લાઇબ્રેરી માટે ગામ લોકો ના સેવાકાર્ય ને બીરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.