વઘઇ: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પચાયતમાં વર્ષોથી મહાત્માં ગાંધી રોજગાર ગ્રેરેન્ટીં યોજના આસિસ્ટન પ્રોગ્રામ ઓફિસર પરિમલ નરેશભાઈ સોલંકી ફરજ બજાવતાં હતાં જયાં પ્રધાનમંત્રી આવાસ યોજના માં ગેરરીતી બાબતે તેમની તાત્કાલિક અસર થી વધઈ તાલુકા પચાયત માં બદલી કરાઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ પરિમલ સોલંકી સબક લેવાની જગ્યાએ હમ નહી સુંધરેગે માં માનનારા અહિં પણ તેમની વૃતી ચાલું રાખતાં અહિંનાં તેમનાં તાબા હેઠળનાં કર્મચારીઓએ તેમની સામે રૂપિયા ની ઊધરાણી અને નોકરી માંથી કાઢી મુકવાની ધાક-ધમકી આપવા બાબતે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, તાલુકા પચાયત પ્રમુખ ચંદરભાઈ તથા ડાંગ જિલ્લા કલેકટરને વધઈ તાલુકા પચાયત માં મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી યોજનામાં ફરજ બજાવતાં ટેકનીકલ આસિસન્ટ,ગ્રામ રોજગાર સેવક તથા અન્ય કર્મચારીઓએ મનરેગા યોજનાના આસિસન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોંલકી સામે લેખિત ફરીયાદ આપી છે.
તેઓએ જણાવ્યું છે કે પરિમલ સોલંકી જો હુકમી ચલાવી રહયાં છે ખુબ જ ઊધ્ધતાઈ ભર્યું વર્તન કરે છે માનસિક રીતે ટોર્ચર કરે છે ગ્રામ પચાયત લેવલેથી વારંવાર રૂપિયાની ઊધરાણી કરાવી ખોટી ખોટી માંગણી કરે છે જો રૂપિયા ન આપવામાં આવે તો ગંદી-ગંદી ગાળો આપી નોકરી માંથી મુકવાની ધમકીઓ આપે છે તેમનાં આવ્યાં બાદ વધઈ તાલુકા પચાયતનું કામ પ્રદર્શન ધટી ગયું છે નાણાકીય વર્ષ-2024-2025 પહેલાં વધઈ તાલુકા પચાયતનું સુબીર તાલુકા પચાયત કરતાં સારૂ હતું પરિમલ આવ્યાં બાદ વધઈ તાલુકા પચાયત માં મનરેગાનું કામ ખુબ નબળું થઈ ગયું છે જે ઓનલાઈન રિપોટમાં દેખાઈ છે તાજેતરમાં તેમને દરેક કર્મચારીઓ પાસેથી બહુ મોટી રકમ ઊધરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો આ ફરીયાદ બાબતે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારએ તપાસ વધઈ તાલુકા વિકાસ અધિકારીને આપી હતી આ દરમ્યાન પરિમલ સોલંકીએ કામ માટે રૂપિયા માંગણી અને ધાકધમકી બાબતનો ઓડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ડાંગ જિલ્લાનાં પ્રમાણિક જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારએ પરિમલ સોલંકીને અસંતોષ કામગીરી અને અશિસ્ત બદલ તાત્કાલિક અસરથી આઊટસોર્સ સેવા સમાપ્ત કરવા માટેનો આદેશ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક તબિયાડને કરતાં કરતાં ભષ્ટ્ર અધિકારી,કર્મચારીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ડાંગ જિલ્લાનાં ઈન્ચાર્જ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી મનરેગા યોજનામાં ફરીયાદ બાદ તાત્કાલિક કાર્યવાહી થતાં તેમની કામગીરી થી ડાંગનાં લોકો પણ ખુશ છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર એ જણાવ્યું હતું કે ઓડિયો તપાસ્યાં બાદ પરિમલ સોલંકી સામે શિક્ષાત્મક પગલા લેવાશે જરૂર પડીએ તો તેમની સામે પોલીસ ફરીયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.