નર્મદા: રાજપીપલા નર્મદા જિલ્લામાં ગતરોજ સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે તિલકવાડા તાલુકાના રામપુરી- પીંછીપૂરા ગામને જોડતા અશ્વિની નદી ઉપર આવેલા કોઝ વે પરથી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહેલી એક વ્યક્તિ ફસાઈ હોવાનો મેસેજ તાલુકા મામલતદારશ્રી તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કન્ટ્રોલરૂમને પ્રાપ્ત થયો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેના અનુસંધાને ગરૂડેશ્વર તાલુકામાં કાર્યરત SDRF ટીમનો તિલકવાડા મામલતદારશ્રી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. SDRF ટીમે પોલીસ વિભાગના સંકલનમાં રહીને તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચીને બચાવ ટીમ દ્વારા રાત્રિના 23.33 કલાકે રબર બોટ મારફત બચાવ કામગીરી શરૂ કરી હતી.

રાત્રિના 23.58 કલાકે પાણીના પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને બહાર લાવી બચાવ કામગીરી સફળતા પૂર્વક પાર પાડી હતી. આ વ્યક્તિની પૂછપરછ કરતા રવિરાજ મીના જણાવેલ હતું. આ મામલાને લઈને વહીવટીતંત્ર શું પગલાં ભરશે એ જોવું રસપ્રદ રહશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here