સાપુતારા: બે-ત્રણ દિવસથી અનરાધાર વરસાદના કારણે સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદી ગાંડીતુર બનીને વહી રહી છે તેમાં ડાંગના ગુંદીયા ગામનો યુવક પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અંબિકા નદીનાં ધસમસતા પુરમાં તણાય ગયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ સાપુતારાનાં ગુંદિયા ગામના તળેટીય વિસ્તારમાં રહેતાં એલ્યાભાઈ ગુલાબભાઈ ધુળે નામનો યુવક કામ માટે બરમ્યાવડ ગામે ગયો હતો અને તે કામકાજ પતાવી પાછો પોતાના ગામ ગુંદીયા આવી રહ્યો હતો ત્યારે અંબિકા નદીને જોડતો સેંદુરદહાડ પર બનેલ લો લેવલનો કોઝવે પરથી પસાર થતી વેળા વરસાદી પાણીના વહેણમાં તણાય ગયો હતો.

હાલમાં અંબિકાના નદીના વહેણમાં યુવકની શોધખોળ કરવામાં આવી હતી પણ તેની કોઈ જાણકારી આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં મળી નથી, પરિવારમાં ઘટનાની જાણ થતાં શીકાનો માહોલ પ્રસરી ગયાનું જાણવા મળી રહ્યું છે.