સાગબારા: ગઈકાલે સેલંબાના પાંચપીપરી રોડ ઉપરથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો તે ગોડાઉન સેલંબાના સચીન નવનીત શાહ અને સુરત જિલ્લાના ભાજપના યુવા મોરચાના મહામંત્રી બંને મળીને વર્ષોથી સેલંબા ખાતે રહીને બે નંબરનો સરકારી અનાજનો કાળો કારોબાર કરતો હોવાનું સામે આવ્યું છે.

નવનીત ચંપકલાલ શાહ સરકારી અનાજનો કાળો કારોબાર સાથે સાથે દેશી દારૂ બનાવવામાં વપરાતો ગોળ અને મહુડાનો ધંધો પણ કરે છે. સાગબારા અને આજુબાજુના વિસ્તારમાં ગોળ મહુડા પણ સપ્લાય કરે છે અને તેનાથી બનતા દેશી દારૂના કારણે કઇ કેટલાય ગરીબ આદિવાસીઓએ પોતાનો જીવ ગયો હશે. બાપમાં બે નંબરના ધંધામાં પુત્ર એ પણ ઝંપલાવ્યું છે એમ સ્થાનિક લોકો કહી રહ્યા છે.

પોલીસ તપાસમાં સેલંબા ખાતે ઝડપાયેલા સરકારી અનાજના જથ્થામાં સુરત જીલ્લાના ભાજપ યુવા મોરચાના મહામંત્રી મનીષ શાહનું નામ સામે આવ્યું છે. સરકારી કાળો કારોબારમાં તેમનું નામ આવતા ભાજપ દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.