કપરાડા: એક દિવસ પહેલાં જ એક મહિલા સાથે લિવ ઈન રેલશનમાં રહેતા બે બાળકોના પિતાએ એક સગીરાને બીજી પત્ની બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી સેલવાસ લઇ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યાની માહિતી કપરાડાના સિલ્ધા ગામમાંથી પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના સિલધા ગામના ફિરોજ કાશીરામ તુમડા નામનો શખ્સ એક મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહે છે, તેના બે બાળકો પણ છે. ફિરોજ ઈકો કાર ભાડે ચલાવે છે. તેણે સિલ્ધા નજીકની જ એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને તેને બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી સેલવાસ વિસ્તારમાં લઇ જઈ એક રૂમમાં ફિરોજે સગીરા પર દુષ્કર્મ કર્યું.

બાદમાં સગીરાને તેના મિત્રની બાઈક પર બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ઘણી વખત દુષ્કર્મ આચર્યું જેને લઈને સગીરાના પિતાને ફિરોજ અને તેના મિત્ર ઉત્તમભાઈ વિરુદ્ધ કપરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને વાસનાના ભૂખ્યા સામે બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધ્યો છે . આ કેસમાં વધુ તપાસ ધરમપુરના આઈ.એસ.એલ. વસાવાએ કરી રહ્યા છે.