ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાની છેવાડે આવેલ પ્રાથમિક શાળા,ખોબા ગામ ખાતે લોકમંગલમના સંસ્થાપક નિલમ પટેલ, વલસાડ માજી શિક્ષણ અધ્યક્ષાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉલ્લાસમય શિક્ષણના આ અવસરે, બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં માજી. શિક્ષણ અધ્યક્ષા નિર્મળાબેન જાદવ, આ વિસ્તારના અગ્રણી કેશવભાઈ જાદવ, લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલમભાઈ પટેલ થતાં સાથી કાર્યકર્તાઓ ગ્રામજનો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.