પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા તાલુકાના એક ગામની પરિણીતાને ટ્રેકટર પર મજૂરી કામે બોલાવી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી અંગત પળના ફોટા વહેતા કરવાની ધમકી સાથે માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વાંસદાના ખાનપુર-બારતાડમાં રહેતા ધનરાજ વળવીના ટ્રેકટર ઉપર પરિણીતા મજૂરી કામે જતી હતી. દરમિયાન મજૂરીકામે જરૂર હોય ત્યારે ફોન કરીને જાણ કરવા તેણીનો મોબાઈલ નંબર લીધો હતો. પ્રથમ વખતે ગામના ડુક્ષા ડુંગર ઉપર મજૂરી કામે બોલાવી મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી ફોટા પાડી આ બાબતે કોઈને કહેશે તો ફોટા વહેતા કરી દેવાની તેમજ પતિ તથા છોકરાઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં અવારનવાર ડુંક્ષા ડુંગર તેમજ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે તેણી સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.

દરમિયાન તેણી પતિ અને છોકરી સાથે વેફર લેવા ઊભી હતી ત્યારે ત્યાં હાજર ધનરાજે અપશબ્દો બોલી માર મારતાં ગામના આગેવાનોને જાણ કરી હતી. તેણીએ વાંસદા પોલીસ મથકે ધનરાજ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.