ડાંગ: સમગ્ર ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી વલસાડ-ડાંગ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની હાર બાદ ગતરોજ ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા, વઘઇ, સુબીર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વલસાડ લોકસભાના ઉમેદવાર અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ તેમજ ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મુકેશભાઈ પટેલ અને વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ, આહવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુભાષભાઈ, સુબીર તાલુકાના પ્રમુખ ગુલાબભાઈ, કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, મહિલા કોંગ્રેસ પ્રમુખ કિશોરીબેન, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ગીતાબેન અને વિવિધ મોરચાના પ્રમુખ હોદેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા અને લોકસભા ચૂંટણી અંગે મંથન કરવામાં આવ્યુ હતું.
આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા જીલ્લાની ચૂંટણીની અત્યારથી તૈયારી ચાલુ કરવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સૂચના અને તમામ કાર્યકર્તાઓ સૂચિત કરવામાં આવ્યો. આ બેઠકમાં કેટલાંક કાર્યકર્તાઓ મીઠી નીંદર લેતાં પણ કેમેરામાં ઝડપાયા હતા.