દીવ-દમણ: આજરોજ દીવ-દમણની લોકસભા બેઠક પર 1-1 રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને પછાડી ઉમેશ પટેલની વિજયે સાબિત કરી દીધું કે લોકો સાથે ઉભા રહેતાં નેતાઓ જ જીતશે પાર્ટી પક્ષ સાથે લડતાં નેતાઓ નહિ..
Decision News ને મળેલી માહિતી મુજબ ઉમેશ પટેલ એવા નેતા છે જેમણે હંમેશા લોકો હક્ક અધિકારની લડત લડી છે. આ લડતમાં તેઓ અનેક વખત લોહીલુહાણ પણ થયા છે. પણ તેઓએ ક્યારેય હાર માની નહિ અને લોકોં ન્યાય માલ તે માટે સતત ઝઝૂમતા રહ્યા અને 2024 ની લોકસભા ચૂંટણીમાં ભારે જનાદેશ આપી દીવ-દમણ બેઠક પર લોકોએ તેમને વિજયી બનાવ્યા છે.
ઉમેશ પટેલ આક્રમક નેતા છે અને તેની આક્રમક જીત લોકોના ન્યાય માટે દિશા નક્કી કરી દીધા હોવાની લોકચર્ચા દીવ- દમણ થઇ રહી છે. પ્રફુલ પટેલના અત્યાચારી શાસનનો અંત લાવવાનો વાયદો કરનારા ઉમેશભાઈ પટેલ પોતાના વચન પર કેટલા ટકી રહે છે અને લોકોં ન્યાય માટે કેવા પગલાં ભરે છે એ જોવું રસપ્રદ રહેશે.