ગુજરાત: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે (MoRTH) 1 જૂન (આજથી) થી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી ઘણા નિયમો લાગૂ થઇ ગયા છે. હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો.

Decision news એ મેળવેલી માહિતી મુજબ નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો. નવો નિયમ લાગૂ થતાં RTO માં લાગનાર લાંબી લાઇનોમાંથી આઝાદી મળી જશે. ડ્રાઇવિંગ ટેસ્ટ બાદ સેન્ટર તમને સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે, જેનો ઉપયોગ કરી તમે આરટીઓમાં લાઇસન્સ માટે અરજી કરી શકશો. કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સને અરજી અને રિન્યૂ માટે સંબંધિત ચાર્જમાં પણ ફેરફાર કર્યા છે. નવા નિયમ અંતગર્ત પરમાનેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા લર્નિંગ લાઇસન્સ પ્રાપ્ત કરવા અથવા ફરી રિન્યૂ કરવા મઍટે 200 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

જો તમે નક્કી લિમિટથી વધુ ફાસ્ટ ગાડી ચલાવતાં પકડાયા તો 1000 થી 2000 રૂપિયાનો દંડ લાગશે. અને આજથી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવતા પકડાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. એટલું જ નહી 25 વર્ષ સુધી તેનું લાઇસન્સ રિન્યૂ કરવામાં આવશે નહી. અને કિશોરના માતા પિતા અને વાહન માલિક વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગાડીનું રજિસ્ટ્રેશન સુધી રદ કરી દેવામાં આવે એવું પણ બની શકે છે.