ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના જામકી ગામનો યુવાન ઑવર સ્પીડના ફોરવ્હીકલ હંકારી રહ્યો  હતો તેવામાં અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાંરસ્તાનું બાજુંમાં આવેલા આમલી ઝાડ સાથે ગાડી અથડતાં અકસ્માત થયો હતો જેમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Desicion news ને મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના, ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે ઉપર  જામકી ગામનો અવિનાશભાઈ ગમનભાઈ ગામીત નામનો યુવાન પોતાની GJ-26-A-9572 નંબરની અર્ટિગા ફોર વ્હીલ ઑવર સ્પીડમાં હંકારી ઉચ્છલથી પોતાના નિવાસ સ્થાન જામકી ગામમાં જી રહ્યો હતો ત્યારે અચાનક ઑવર સ્પીડ હોવાના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વડપાડાભીંત સીમા નજીક આમલીના ઝાડ સાથે અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ગાડી આમલીના ઝાડ સાથે ઓવર સ્પીડમાં અથડાતાં ચાલક યુવાનને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. હાલમાં પરિવારમાં અને ગામમાં યુવાનના મૃત્યુના કારણે શોકનો માહોલ સર્જાયો છે.