દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ કરા સાથે વરસાદ જોવા મળ્યો છે. જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
જુઓ વીડિઓ…
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષથી નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ઉનાળા તેમજ શિયાળમાં માવઠું નિમિત્ત બન્યું છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે આ વખતે નવસારી જિલ્લામાં 30 થી 50 ટકા જેટલી જ કેરીનું ઉત્પાદન છે તેવામાં માર્કેટમાં કેરીનો જથ્થો આછો પાતળો આવી રહ્યો છે. હજી આંબા પર અપરિપક્વ કેરી લટકી રહી છે. તેવામાં આ માવઠું આંબા તેમજ ભાજી પકવતા ખેડૂતોને ખેલ બગાડી શકે છે. વાંસદા તાલુકાના કેટલાક ગમદાઓમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે વાંસદામાં બપોર બાદ કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો.
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા કે.એ શાહ જણાવે છે કે કરા સાથે વરસાદ પડવાથી શાકભાજી વાવતા ખેડૂતો તેમજ આંબા પાકની ખેતી કરતા ખેડૂતોને મુશ્કેલી આવી શકે છે શાકભાજીમાં ફૂગ અને જીવાત નો રોગ આવી શકે છે તેની સાથે આંબામાં પણ ફૂગ જન્ય રોગ ની ભીતિ સેવાઈ રહી છે.

