વલસાડ: મેહ ગામમાં નવુંચેતન ફળિયા ખાતે રહેતો ૩૦ વર્ષીય અજય છગનભાઈ ઝાલા (મૂળ રહે. ફતેહપુરા ગામ, કાવઠ, તા.કપડવંજ, જિ.ખેડા) તા. ૨૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ બપોરે ૩-૩૦ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન અતુલ ખાતે કામ છે તેવુ કહી કાળા કલરની એચએફ ડિલક્ષ મોટરસાયકલ નં. જીજે-૦૭-ઈડી-૫૨૧૫ લઈ ઘરેથી નીકળ્યો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જે આજદિન સુધી પરત ન ફરતા પરિવારજનોએ વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર અજય ઝાલા ઘઉવર્ણ, પાતળો બાંધો, પાંચ ફૂટ આઠ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જે ગુજરાતી ભાષા બોલે છે અને જાણે છે. શરીરે સફેદ કલરનું શર્ટ અને કાળા કલરનો જિન્સ પેન્ટ પહેર્યો હતો.
જેઓ તેમના સાસરેથી કોઈને કઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયા છે. જે કોઈને પણ તેમની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

