પારડી: માર્ચ 2024 માં શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. 10 અને ધો. 12 ની પરીક્ષામાં પારડી તાલુકાની શ્રી ડી.જે. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ધગડમાળે ધો.10 નું ઐતિહાસિક 100 ટકા પરિણામ પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પ્રથમ ક્રમે 93.63% પર્સન્ટાઈલ સાથે યશ્વીની મુકેશભાઈ પટેલ, દ્વિતીય ક્રમે 85.56 પર્સન્ટાઈલ સાથે કિંજલબેન રાજેશભાઈ પટેલ તથા તૃતીય ક્રમે 85.32 પર્સન્ટાઈલ સાથે માનસીબેન ઉત્તમભાઈ પટેલ રહેલ છે. શાળાએ ધો.12 નું પણ 93.55 ટકા સાથે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરેલ છે. જેમાં પ્રથમ ક્રમે 92.46 પર્સન્ટાઇલ સાથે શેખ આફરીન ઈમ્તિયાઝ, દ્વિતીય ક્રમે 87.60 પર્સન્ટાઈલ સાથે પટેલ અંકિતભાઈ દિનેશભાઈ તથા તૃતીય ક્રમે 86.90 પર્સન્ટાઈલ સાથે પટેલ દર્શિકાબેન કિશોરભાઈ રહેલ છે.

આ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ,આચાર્યશ્રી તથા શાળા પરિવારના તમામ સભ્યો અને પારડી તાલુકા લોકો અભિનંદન પાઠવે છે.