પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: કપરાડા તાલુકાના સુથારપાડા હુડાથી કપરાડા તરફ જતા ને.હા.નં. 848 રોડ પર તા. 13 એપ્રિલ ૨૦૨૪ના રોજ રાત્રે 9 કલાકે એક અજાણ્યો 50 થી 55 વર્ષીય પુરૂષ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સુથારપાડા સરકારી દવાખાનામાં લઈ જતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોતને ભેટયો હતો.

અજાણ્યો મૃતક મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને પાંચ ફૂટ પાંચ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જેના વાલી વારસોની ભાળ મળે તો કપરાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.