ડેડિયાપાડા: દક્ષિણ ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારો દિન-પ્રતિદિન વધુ રહ્યા છે ત્યારે એક દિવસ પહેલા ડેડીયાપાડાના એક ગામમાં 12 વર્ષીય સગીરાને એકાંતમાં લઇ જઇ 3 સગીરોએ દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સગીરાની ફરિયાદ મુજબ એક સગીરે સગીરાના હાથ પકડી રાખી બીજાએ મોઢુ દબાવી દીધું રાખ્યું હતું અને ત્રીજા સગીરે દુષ્કર્મ કર્યું હતું. 12 વર્ષીય સગીર બાળકી તેના પરિવારજનો સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી તેને હાજત લાગતાં તે લગ્ન પ્રસંગમાંથી બહાર આવી હાજત માટે જઇ રહી હતી ત્યારે 3 સગીરોએ તેનો પીછો કર્યો અને એકાંતમાં લઇ જઈ આ દુષ્કર્મનું આચર્યું હતું.

દુષ્કર્મ કર્યા બાદ આ ત્રણેય સગીરોએ સગીરાને કહ્યું કે જો આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ મુદ્દે સગીરાએ પહેલાં ઘરના સભ્યો અને બાદમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધયો હતો.