વ્યારા: હેતુફેર કરી સુરત APMC ની ખેડુત હિતની જમીન ઊપર બનેલી ફાઈવ સ્ટાર હોટલની હરાજી કરવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો તેની સામે APMC અને હોટલ માલિકો સુપ્રિમ કોર્ટ ગયા પણ સુપ્રિમ કોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટની પ્રશંસા કરી હોટલ માલિકોની અરજી ફગાવી દીધી.
જુઓ વિડીયો..
રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયા જણાવે છે કે તાપી જીલ્લામાં ગરીબોના ઝુપડા વરસાદમાં તોડતા ખચકાતા ના હોય તેવા ઉચ્ચ અધિકારીઓ ગૌચર જમીનમાં ચાલતી કાળા પથ્થરોની ખાણો ક્વોરીઓ બંદ કરી ખાલી કરાવી શકતા નથી સુપ્રિમ કોર્ટે તો ગુજરાત હાઈકોર્ટે ની કામગીરીની પ્રશંસા કરી પણ આપણે આ અધિકારીઓનું શું કરીએ ? ફુલ આપી સન્માન કે જાહેરમાં સાલ ઓઢાડીને સન્માન? તમે નક્કી કરો.