સુરત: આજે સુરતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટ યોજાઈ હતી જેમાં વિકસિત ભારત 2047ના સંકલ્પ અને મોદીજીની ગેરંટીને જનજન સુધી પહોંચાડવાની વાત રજુ કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિકસિત ભારત 2047ના સંકલ્પ અને મોદીજીની ગેરંટીને જનજન સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા પ્રભાવકો અને સાયબર યોદ્ધાઓ સાથે સંવાદ કર્યો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી એમ.એસ. પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.