વાંસદા: મતદારોને-મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર આજે મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ બાઇક રેલીનું આયોજન વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવેલ 177- વાંસદા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારના વાંસદા સ્થિત ગાંધી મેદાનથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ ચૂંટણી અધિકારી ડી. આઇ. પટેલના નેતૃત્વમાં યોજાયેલ બાઈક રેલી ગાંધી મેદાનથી શરૂ થઈ વાંસદાના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વાંસદાના પ્રાંત તથા તાલુકા કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

વાંસદામાં નીકળેલી આ બાઇક રેલી વાંસદાના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી જૈન મંદિર સહકારી સંઘ થઈને ગાંધી મેદાન ખાતે સમાપન કરવામાં આવી હતી.