કેવડિયા: ગતરોજ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 30 થી વધારે પ્રોજેકટ કાર્યરત છે જેમાં હજારો કર્મચારીઓ કામ કરી રહયાં છે. એજન્સીઓ અને નેતાઓના સગાસંબંધીઓ પોતાની મનમાની પ્રમાણે કામ કરી સ્થાનિક આદિવાસી કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટમાં એજન્સીઓ અને નેતાઓના સગાસંબંધીઓ પોતાની મનમાની પ્રમાણે કામ કરી સ્થાનિક આદિવાસી કર્મચારીઓનું શોષણ કરે છે. કોઈ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ લે તેની હાકલપટ્ટી કરી દે છે. આ મુદ્દે કેવડિયામાં બેઠેલા સત્તા મંડળના અધિકારીઓ મૌન રહીને બધું જોયા કરે છે પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.
સામાજિક આગેવાન મહેશ તડવી એ જણાવ્યું હતું કે કેવડિયા સત્ત્તા મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે મેનપાવર સપ્લાય અપાતા 15 થી વધુ નાની મોટી એજન્સીઓ છે. જેમાં બધાના નિયમો અલગ અલગ છે પણ શોષણ બધા કરે છે. જંગલ સફારી વાળા એમની મનમાની ચલાવે બીજી એજન્સીઓ તેમની નથી પગાર નિયમિત અપાતા, કે નથી નિયમ મુજબ પગાર અપાતા, 8 કલાકથી વધુ કામ કરાવે છે. આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી તમામ એજન્સીઓ માટે સરખા નિયમો બનાવવામાં આવે તેવી માગ છે. પ્રશ્નોનો હલ નહિ આવે તો 3 દિવસ બાદ કર્મીઓ હડતાળ પર ઉતરી જશે.

