કપરાડા: આજરોજ વલસાડના કપરાડા તાલુકામાં આવેલ ITI માં અભ્યાસ કરતાં વિધાર્થીઓને છેતરપીંડી થઈ હોવાની ભીતિને લઇને આજે બપોરે પ્રાંત અધિકારીશ્રી ધરમપુરને નિરાકરણ માટે રજુવાત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકામાં આવેલ ITI ખાતે જુલાઈ 2023માં વાયરમેન NCVT બેચમાં એડમિશન લીધું હતું અને સપ્ટેમ્બર 2023 થી વાયરમેન ટ્રેડમાં તાલીમ લઈ રહ્યા હોય પરંતુ એમને હાલમાં સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પર આધાર લિંક KYCનું કામ ચાલે છે. NCVT MIS પરથી એ અંગેની લિંક 81 A બેચની લિંક આવેલ ન હોય જે બાબતે ITI માંથી જણાંવવામાં આવેલ કે ડેટા NCVT પર અપલોડ થયેલ ન હોવાથી લિંક આવશે નહીં ની માહિતી આપેલ હોય જો આ વિધાર્થીઓ ને NCVT સર્ટી ન મળે તો ભવિષ્યમાં એમને DGVCL કર GETCO માં નોકરી મળી શકશે નહિ ની વાત વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી છે
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે જો વિધાર્થીઓ નું નિરાકરણ તાત્કાલિક ન થાય તો આગામી દિવસોમાં વિધાર્થીઓના હિતને ધ્યાને રાખીને વિધાર્થીઓ સાથે ધરણાં પર બેસવાની ફરજ પડશે ની વાત વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવી છે.