બારડોલી: હાલમાં જ બારડોલીની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરે ફરજ પરની નર્સ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે. જેના કારણે હાલમાં નર્સની હાલત ગંભીર હોવાની લોકચર્ચા ઉઠી રહી છે.
હોસ્પિટલના કર્મચારી દ્વારા થયેલી કથિત વાતોના ઓડિયો અને ગુજરાત ગાર્ડિયન ન્યુઝ પેપરના અહેવાલને સંદર્ભને ધ્યાનમાં રાખીએ તો તાપી જિલ્લાના એક તાલુકાના ગામમાંથી આવતી એક 18 વર્ષની યુવતી દોઢ માસ પહેલા હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. તે 16 ફેબ્રુઆરી ની રાત્રે 8 વાગ્યે ફરજ પર હાજર નિવાસી તબીબે યુવતીને પોતાની કેબિનમાં બોલાવી આઈસ્ક્રીમ ખવડાવી હતી. બાદ રાત્રે 2થી 2:30ના નયગાળામાં સ્ટાફ ઓછો થઈ જતા ફરીથી એને કેબિનમાં બોલાવી હતી. તે સમયે કેબિનમાંથી અવાજ આવતા અન્ય નર્સના માનસપટલ પર ભૂતકાળમાં આજ રીતે અન્ય નર્સ સાથે બનેલી ઘટના તાજી થઇ ગઈ હતી.
કેબિનમાં શાંતિ છવાયા બાદ ડોક્ટર ગભરાટ સાથે બહાર આવતા વાતાવરણ તંગ બન્યું હતું. કેબિનમાં યુવતી લોહી લુહાણ હાલતમાં પડી રહી હતી. અંદર બનેલી ઘટનાને સ્ટાફને ગંધ આવી જતા ડોક્ટર ભાગી છૂટ્યો હતો. અન્ય નર્સોએ દુષ્કર્મનો ભોગ બનેલી અને લોહી લુહાણ થયેલી નર્સને સારવાર આપી હતી. અન્ય તબીબે સ્ટાફની મદદથી યુવતીને સારવાર માટે રૂમમાં ખસેડી હતી. ત્યાર બાદ એક નર્સે એનું લોહી સાફ કરી એને કારણ પૂછયું હતું. ત્યારે યુવતીએ પોતાની સાથે તબીબે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. નર્સ અને યુવતી વચ્ચે થયેલી વાતનું મોબાઈલમાં રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
ઘટના આખા સ્ટાફ માં ફેલાઈ જતા નર્સિંગ સ્ટાફે ભેગા મળી હવસખોર તબીબને કરજ મુક્ત કરવાની માંગણી કરી હતી. જે સ્વીકારવામાં ન આવતા તમામ નર્સિંગ સ્ટાફે રાજીનામું ધરી દીધું હતું. ઘટનાથી હાંફળા ફાંફળા બનેલા સંચાલક તબીબે તાત્કાલિક અસરથી યુવતીનું શારીરિક શોષણ કરનાર તબીબને ફરજ કરી મામલો થાળે પડ્યો હતો.
પણ હાલમાં હવસખોરનો ભોગ બનેલી યુવતીને ખેંચ આવતી હોવાના બહાના હેઠળ 3 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રાખી સારવાર આપવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલની પ્રતિષ્ઠા બચાવવાના નામે નાણાકીય લાલચ આપી ભોગ બનનાર યુવતીને ફરિયાદ ન કરવામાં માટે મનાવી લેવામાં આવી હોવાનું જાણવા મળતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.