વાલીયા: વાલિયા તાલુકાના એક ગામની મીનાક્ષી ચૌધરી નામની છોકરી માંગરોળ તાલુકાના એક ભાઈ સાથે જેનું નામ દાઉદભાઈ ગામીત છે તેમની સાથે લગ્ન 10 તારીખે થવાનું હતું તે ગુમ થઇ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાય હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મળેલી માહિતી મુજબ આ છોકરી સુરતમાં સચિન વિસ્તારમાં નોકરી કરતી હોય રવિવારના રોજ ત્યાંથી પોતાનું ભાડાનું ઘર ખાલી કરી ઘરે આવવા માટે નીકળી હોય અને ઘરે ફોન કરીને જણાવ્યું હોય કે હું નીકળી ગઈ છું પણ બે દિવસ સુધીમાં ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હોય બે દિવસ પછી પરિવારો જ્યાં નોકરી કરતી હોય અને રહેતી હોય ત્યાં તપાસ કરતા રવિવારની છોકરી ઘર ખાલી કરીને નીકળી ગઈ હોય અમારો સંપર્ક કરતા જાણવા મળ્યું હોય કે કંપનીનો મેનેજર આ દીકરીને ઘર ખાલી કરાવી લઈ ગયો હોય તાત્કાલિક કંપની પર જઈ મેનેજરની પૂછપરછ કરતા અમને શંકા જતા સ્થાનિક સચિન પીએસઆઇ સાહેબ શ્રી દેસાઈ સાહેબનો સંપર્ક કરતા સાહેબે એક દીકરીની મેટર હોય ગંભીરતા દાખવતા તાત્કાલિક સ્ટાફને સંપૂર્ણ તપાસ કરવાની માહિતી આપી અમારી સાથે રાખી જ્યાં આ દીકરી રહેતી હતી ત્યાં અને જેના સંપર્કમાં હતી તેનું લોકેશન કાઢી આખો દિવસ દીકરીની શોધ કરી હતી
અંતે એવું જાણવા મળ્યું કે આ દીકરીએ સુરતની હવા લાગી ગઈ હોય એને આ છોકરા સાથે લગ્ન ન કરવા હોય જેથી કરી એ ભાગતી ફરતી હોય પરિવારજનોએ સચિન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. શહેરમાં નોકરી કરવા જતી આપણા વિસ્તારની છોકરીઓને શહેરની હવા લાગતા પોતાના પરિવારનું પણ વિચારતી ન હોય અને ખોટા નિર્ણયો લઈ પરિવાર અને પોતાને પણ મુસીબતમાં મૂકી દે છે.

