વાંસદા: તાલુકાના ઘોડમાળ ગામની પ્રાથમિક શાળામા માજી તા.પં. પ્રમુખના પુત્ર હેમંત ગાવીતે બનાવેલ કંપાઉન્ડ-વોલમાં બે મહિનામાં જ તિરાડો પડી જતા આશ્ચર્ય શાળામા અભ્યાસ કરતા બાળકોના માથે મોટી દુર્ઘટનાની આશંકા કંપાઉન્ડ વોલ જોખમી સાબિત થાય તેમ છે ત્યારે ગ્રામજનો આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે
જુઓ વિડીઓ..
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના ઘોડમાળ ગામની પ્રાથમિક શાળામા એક લાખ રૂપિયાના ખર્ચે ૩૩-મિટરની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે જે બને હજુ માત્ર બે મહિના થાય છે અને તેમાં મોટી તિરાડો પડવા લાગી છે. જે જોતા શાળાના આચાર્ય અને ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે કે બે મહિનામાં જો દીવાલ ને મોટી ફાટ પડી જતી હોય તો તે કેટલો સમય ટકશે દીવાલની મજબૂતાઈ સામે સવાલો ઊભા થયા છે. કામગીરીમાં કથિત ષડયંત્રરૂપી મેલી મંત્રાવટીની ભૂમિકા અદા કરનાર કોન્ટ્રાકટરના લીધે ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.ત્યારે આ વિવાદિત કોન્ટ્રાકટર હેમંત ગાવીતની આવી પોલંપોલ ક્યાં સુધી ચાલતી રહેશે તે સવાલ લોકોના મોઢે સવાલો ઊઠી રહ્યા છે
વિવાદિત કોન્ટ્રાકટરની વહીવટી તંત્રને ઘણી વખત ફરિયાદો પણ મળી છે. પરંતુ વહીવટી તંત્ર ગંભીરતાથી લેતું ન હોવાની પણ એક વાસ્તવિકતા છે.સરકારી બાબુઓ અને રાજકરણીઓના પાપે તા.પંના બાંધકામ વહીવટી વિભાગના અધિકારીઓ પણ કોન્ટ્રાકટરની ભૂલો ઢાંકીને ધાક-પિછોડો કરી રહ્યા છે. તંત્રના કોઈ અધિકારી સ્થળની મુલાકાત લેવાની જહેમત ઉઠાવવા પણ સમંત નથી આ બધી બાબતો ને લઈને વારં-વાર અખબારી અહેવાલ બાદ પણ તાલુકા વિકાસ અધિકારીને સમય મળતો નથી અને સરકારી નાણાં નો દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણી વખત તપાસના નામે ભીનું સંકેલી લેવામાં આવતું હોવાથી ફરી એકવાર કોન્ટ્રાકટરની ખાયકીય ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા સરકારી તંત્રની પોલંપોલ પણ ખૂલી ગઈ છે.
વિકાસનાં નામે સરકારી અધિકારીઓ પણ ખાયકી કરીને પૈસાદાર થઈ રહ્યાનું આ વરવું ઉદાહરણ છે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગત બહાર આવી છે. આમાં લોકો પ્રત્યે અધિકારીઓની જવાબદારી, પ્રમાણિકતા અને સંવેદન શીલતાનો છેદ ઊડી ગયો છે સરકારી બાબુઓના વલણને પગલે આવી હાલત જોઈ વાલીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ચેમ્બરમાં બિરાજમાન અધિકારી વહેલી તકે આંખે બાંધેલા પાટા છોડી આવા કૌભાંડ આચરતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક લેવાની જરૂર પડી છે આની ઉચ્ચસ્તરીય તાપસ થાય તેવી માંગણી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.

