ડેડીયાપાડા: નર્મદામાં જિલ્લા કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા યોજનાર સ્પર્ધામાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, ડેડીયાપાડા ના વિજેતા વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા 2.0 નું આયોજન સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું હતું જેમા એથલેટીક્સ સ્પર્ધામાં દોડ વિભાગ, કુદ વિભાગ, ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખો – ખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી 350 થી વધુ એથલેટિક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જિલ્લા કક્ષાએ એટલેક સ્પર્ધામાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડા એથલેટીક્સ,ખો-ખો, કબડ્ડી અને ફૂટબોલ સ્પર્ધામાં ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં U-14 બહેનોમાં વસાવા જયશ્રી 400 મીટર દોડ (પ્રથમ), વસાવા રીયા 800 મીટર(પ્રથમ), કિંજલ 200 મીટર દોડ (દ્વિતીય), વસાવા નીતિક્ષા 100 મીટર (ત્રીજો), અને U-17 બહેનો કિંજલ 100 મીટર હડલ્સ (પ્રથમ), વસાવા ભૂમિ 800 મીટર દોડ (પ્રથમ), વસાવા નિતીક્ષા 1500 મીટર દોડ (પ્રથમ), વસાવા દર્શિકા 3000 મીટર દોડ (પ્રથમ), વસાવા જાનવી ગોળા ફેંકમાં (પ્રથમ), વસાવા સ્વાતિ 3000 મીટર (દ્વિતીય), વસાવા ધ્રુવી ચક્રફેક (દ્વિતીય), વસાવા ભૂમિ 400 મીટર દોડ (તૃતીય), ભગત કૃતિકા 100 મીટર હડલ્સ (તૃતીય), અને U-17 ભાઈઓમાં વસાવા પ્રિન્સ 100 મીટર અને 3000 મીટર દોડમાં (પ્રથમ), વસાવા પ્રિતમ ઉંચિકુદ (પ્રથમ), વસાવા એલેક્ષ ૧૧૦ મિટર હડલ્સ (પ્રથમ), અને ટિમ 100 x 4 રિલેમાં (પ્રથમ), વસાવા પાવન 800 મીટર દોડ (દ્વિતીય), પ્રિયાંક 200 મીટર (દ્વિતીય), વસાવા આકાશ 400 મીટર (તૃતીય), તેમજ ફૂટબોલ અને U-17 અને U-14 બંને વિભાગમાં ૫-ગોલ્ડ મેડલ અને ૧-સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આમ કુલ 17- ગોલ્ડ મેડલ, 6-સિલ્વર મેડલ અને 4-બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

આમ નર્મદા જિલ્લામાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડાના મેનેજર શ્રી ફાધર રોબોર્ટ તથા આચાર્યશ્રી રેવ. સિ. રોઝા જ્યોતિ, શિક્ષક ગણ અને કોચ ગામીત યોસેફ દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. અને રાજ્યકક્ષાએ રમવા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.