નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલ માધ્યમિક શાળા છેલ્લા 13 વર્ષ થી પ્રાથમિક શાળા મોસીટના ઓરડાઓમાં 9 થી 10 ધોરણના બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. કોઈના કોઈ કારણસર માધ્યમિક શાળા મોસીટનું બાંધકામના થવાના કારણે કે હાલ 2023-24 સત્રમાં મોસીટ ગામે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાની શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

જુઓ વિડીઓ..

મોસીટ ગામમાં હાલ શાળાનું બાંધકામ થઈ રહ્યું છે ત્યાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મીલીભગતના કારણે સરકારી ગાઈડલાઈન મુજબ જાહેરનામાનો બોર્ડ પણ મુકવામાં આવેલ નથી ત્યારે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુવિધામાં બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રેતી કપચી સીમેન્ટ કરોડો રૂપિયાના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઉભું કરી દેવામાં આવ્યું છે. કોના ઇશારે સરકારી ગાઈડલાઈનના ધજાગરા ઉડાવવામાં આવે છે.

બાંધકામ સ્થળ પર બિલ્ડીંગનું કાર્ય શરૂ છે ત્યાં નજીકના ઘરમાંથી ઇલેક્ટ્રિસિટી લેવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો માટે દક્ષિણ ગુજરાત વીજકંપનીના નીયમો અલગ હોય એમ લાગી રહ્યું છે. જ્યારે ગામડાઓમાં કોઈ પરિવાર ઇલેક્ટ્રિસિટી વાપરી રહ્યું હોય તો તાત્કાલિક ધબોચી લેવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટરો પર દક્ષિણ ગુજરાત વીજકંપની પગલાં લેવાશે કે કેમ ?

આ બાંધકામ આમને આમ કોઈ દેખભાળ વગર પૂર્ણ કરી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે આ એક ગંભીર પ્રશ્ન પર જિલ્લા પંચાયત શિક્ષણ ખાતા દ્વારા પગલાં લેવાશે કે પછી કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયર સાથે સાટ ઘાટ થઈ જશે એ જોવું રહ્યું કેવી રીતે ભણશે ગુજરાત ???