ધરમપુર: આજરોજ ધરમપુરના પ્રાંત અધિકારીશ્રીને તાલુકા ખાતે આવેલ ગરીબો માટે આશીર્વાદ સમાન સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ કરવવા બાબતે કલ્પેશ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો…

ઉલ્લેખનીય છે કે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ICU અને ફિઝિશયન ડોક્ટરની સુવિધા નથી અહી કપરાડા, વાંસદા, મહારાષ્ટ્રથી સારવાર માટે લોકો આવતા હોય છે અને ICU ની સુવિધા ન હોવાને કારણે અમારા ગરીબ આદિવાસીઓને  જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ગરીબ આદિવાસી સમાજના લોકો જોડે જ્યારે આવા બનાવો બને છે ત્યારે કાળજું કંપી ઉઠે છે.

કલ્પેશ પટેલ જણાવે છે કે મને લાગે છે કે આ સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસીઓ વધારે સારવાર માટે આવતા હોય છે એટલા માટે સરકાર સુવિધા ન આપે છે કે શું ?, ધરમપુર ની સ્ટેટ હોસ્પિટલમાં ફિઝિશયન ડોક્ટર ન હોવાથી રીફર આવેલ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવ છે નહિ તેમજ ICU સુવિધા ઉપલબ્ધ નથી એ બોર્ડ મારી ને શુ આદિવાસીઓનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે એ કેટલું યોગ્ય ?, સરકાર આદિવાસીઓને આરોગ્યની પૂરતી સુવિધા ન આપી શકતી હોય તો આદિવાસીઓના નામે તાયફાઓ કરવાનું બંધ કરે અથવા તો તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવે. અને આ સ્ટેટ હોસ્પિટલમાં પૈસા ન હોવાને કારણે ગરીબ આદિવાસીઓ વધારે સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આદિવાસી ઓ સાથે સરકાર મજાક કરી રહી હોય એવું પ્રતિત થાય છે. ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ફિઝિશયન ડોક્ટર અને ICU ની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવે નહિ તો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મારી ફરજ ના ભાગ રૂપે હોસ્પિટલ ખાતે ધરણાં પર બેસવાની ફરજ પડશે.