ધરમપુર: ગાંધી નિર્વાણ દિને રક્તપિત નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તમામ ગામમાં ગ્રામસભાનું આયોજન કરી લોકોમાં રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

Decision News ને મળેલી માહિતી મુજબ 30 જાન્યુઆરી થી 13 ફેબરુઆરી સુધી સ્પર્શ રક્તપિત જનજાગૃતિ અભિયાન પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. અને ગતરોજ થી ધરમપુરના તમામ ગામમાં ગ્રામ સભા યોજી રક્તપિત વિશે માહિતી આપવામાં આવશે કે રક્તપિતના લક્ષણો: આસુ ઝાંખું રતાશ પડતું બહેરાશ વાળું ચાઠું. ચાઠાં માં સંવેદનાનો અભાવ અને દુઃખાવો હોય વગેરે લક્ષણો જોવા મળે છે અને રક્તપિત ના કારણે શારીરિક વિકૃતિ જોવા મળે તો તેમને ધરમપુરના કોઈપણ નજીક ના પા.આ. કેન્દ્ર માં નિશુલ્ક સારવાર કરી આપવામાં આવે છે.

આ ઉપરાંત રક્તપિત ને નાથવા માટે કરાયેલી આ પહેલમાં ધરમપુર વિસ્તારના લોકોને વધુ વિગત માટે જિલ્લા રક્તપિત અધિકારીની કચેરી વલસાડ 02632-2 43710 સંપર્ક કરવાનો રહે છે.