વાંસદા: વાંસદા તાલુકામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળી સાબિત થઈ, આદિમજૂથના લોકોને માત્ર 23 આવાસ આપવામાં આવ્યા છે જેને લઈને વાંસદા તાલુકાના આદિમજૂથના લોકોની સાથે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જન મન કાર્યક્રમ હેઠળ વાંસદા તાલુકાના આદીમજૂથના લોકોને આવાસ આપવાની વાત પોકળ નીકળતા જ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા તાલુકા પંચાયતની કચેરીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વાંસદા-ચીખલીના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આદિમજૂથના લોકોના આવાસ માટે ધરણા પ્રદર્શન કરીશું જન મન કાર્યક્રમમાં ભાજપના આગેવાનો દ્વારા આદિમજૂથના લોકોને આવાસ આપવાની વાત પોકળ નીકળી છે. આજે આવેદનપત્ર આપ્યાના એક અઠવાડિયામાં જો નિરાકરણ નહીં મળે તો ધરણા પ્રદર્શન કરીશું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિકુંજભાઈએ જણાવ્યું હતું કે, આદિમજૂથના લોકો સાથે ભાજપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. વાંસદા તાલુકામાં માત્ર 23 આવાસો આદિમજૂથના લોકોને આપવામાં આવ્યા છે. ‘વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે આદિમજૂથના લોકોના આવાસ માટે ધરણા પ્રદર્શન કરીશું.’
આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના જુદા-જુદા ગામોના આદીમજૂથના આગેવાનો તેમજ યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ ભાઇ, વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, ધનજી પટેલ રાજીત પાનવાલા, મનીષ પટેલ, અનિલ પટેલ, ગણેશભાઈ જયંતીભાઈ, રમેશભાઈ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.











