નવસારી: પ્રેમી પંખીડાના લગ્ન થવા શક્ય ન બનતા મોતને વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો પણ આત્મહત્યા કરવાના પ્રયાસમાં યુવકે ફાંસો ખાધો તો તેના રામ રમી ગયા જ્યારે યુવતીએ એસિડ ગટગટાવ્યું પણ સમય પર સારવાર મળી જતાં તેનો આબાદ બચાવ થઇ ગયાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ગણદેવીના એક ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન સુરતના પલસાણા ખાતે રહેતી અને ITI માં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીના પ્રેમમાં પડયો હતો બન્ને એકબીજાને પ્રેમમાં હતા અને એકબીજા સાથે એક થવા લગ્ન કરવા માંગતા હતા પણ યુવકના પરિવારજનો આ સબંધના વિરોધમાં હતા એટલે પ્રેમીઓએ આ દુનિયા અલવિદા કરવાનું નક્કી કર્યું અને યુવકે ગળે ફાંસો ખાંધો જ્યારે યુવતીએ એસિડના ઘૂંટડા  પીધા.. યુવકને યમનું તેડું મળ્યું પણ યુવતીને સમયસર સારવાર મળી જતા તે ગંભીર હાલતમાંથી બહાર હોવાનું કહેવાય રહ્યું છે.

સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટા ભાગે બનાવમાં એસિડ પીધા બાદ ભોગ બનનારનું તાત્કાલિક મૃત્યુ થઇ જાય છે. પરંતુ યુવતી પીધા બાદ ફરીવાર ભાનમાં આવી ગઈ એ બનાવ પોલીસ માટે પણ અવિશ્વસનીય છે. હવે સત્ય ઘટના શું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.