ડેડીયાપાડા: WAAH( We All Are Human) foundation, અમદાવાદ અને VASCSC( Vikram A. Sarabhai Community Science Centre)અમદાવાદ દ્વારા ડેડિયાપાડામાં બાળકો વિજ્ઞાનના સિદ્ધાંતો તથા ગણિતના સૂત્રોને સરળતાથી પ્રયોગ દ્વારા સમજી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ WAAH( We All Are Human) foundation, અમદાવાદ સ્થિત એક એવી સંસ્થા છે જે VASCSC( Vikram A. Sarabhai Community Science Centre)અમદાવાદ ના સહયોગથી ગુજરાત માં ઓછામાં ઓછી ૧૦૦ વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવવા માગે છે, જેના થકી બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ગણિત ના વિષયોમાં સમજ વિકસાવે તથા ભવિષ્યના વૈજ્ઞાનિક ઉભા કરવા માગે છે, જે દેશના વિકાસમાં સહભાગી બને. આ બંને સંસ્થાના સહયોગથી નર્મદાના જિલ્લાના સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, દેડિયાપાડા ખાતે તેમનું એક સેન્ટર ઉભુ કરવામાં આવેલ છે. જેમાં શાળાના તથા અન્ય શાળાના બાળકો આ પ્રયોગશાળાની મુલાકાત લઈને વિજ્ઞાનના સિદ્ધાંતો તથા ગણિત ના સૂત્રોને સરળતાથી પ્રયોગ દ્વારા સમજી રહ્યા છે.

આ સેન્ટરની મુલાકાત માત્ર વિદ્યાર્થીઓ જ નહિ, પરંતુ કોઈપણ વ્યક્તિ આવીને મુલાકાત લઈ શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી ગુજરાત ભરમાં અલગ અલગ જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં 20 જેટલી પ્રયાગ શાળાઓ કાર્યરત થઈ ગઈ છે.