ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના આદિમજૂથ સમાજના આવાસના મળવા પાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માગ સાથે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે આદિમજૂથ સમાજ સાથે આવી TDO ધરમપુરની રજુઆત કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી, સિદુમ્બર, બીલ્ધા નિશાળ ફળિયું, ઉકતા, કરંજવેરી ગામોના બાકી લાભાર્થીઓના નામોની યાદી આપવામાં આવી છતાં તેનું અમલીકરણ કરાયું નથી અને અધૂરામાં પૂરું ધરમપુર તાલુકાના તમામ ગામોમાં આદિમજૂથ સમાજના આવાસો મંજૂર થયા છે. જેથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ મોટાભાગના લાભાર્થીઓ બાકી રહી ગયા હોવાથી એક જન પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને ફરીયાદ મળી હતી. જેને લઈ આદિમ જૂથ સમાજના બાકી રહી ગયેલા તમામ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ તાત્કાલીક ધોરણે આપવામાં આવે એવી અમારી માંગ છે.

જો માંગ માગ ન સ્વીકારવામાં આવી તો આગામી દિવસમાં  કચેરી સામે ધરણા કરવાની ચીમકી પણ કલ્પેશ પટેલે ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે 60 ટકા લાભાર્થીઓને લાભ મળ્યો છે અને ઘણા લોકો લાભથી વંચિત રહી જવા પામ્યા છે.