નવસારી: 26 જાન્યુઆરી વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લાલ કિલ્લા ખાતે યોજાતા સમારોહમાં ભારત સરકાર દ્વારા દેશભરમાંથી આમંત્રણ આપવામાં આવે છે.ત્યારે આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યના ભારત સરકાર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનો લાભ મેળવતા આદિજાતિના વિદ્યાર્થીઓને ખાસ આમંત્રિત મહેમાન તરીકે કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે નવસારી જિલ્લામાંથી શ્રી બી. એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાની ત્રણ આદિવાસી કન્યાઓની પસંદગી કરવામાં આવી છે,

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ધોરણ10 માં ભણતી વિદ્યાર્થીનીઓ પટેલ દિયા શૈલેષભાઈ, પટેલ આયુષી જયેશભાઈ અને નેન્સી સતિષભાઈ પટેલ. જિલ્લા તકેદારી અધિકારી ભાવનાબેન દ્વારા આ વિદ્યાર્થીનીઓને ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હી ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યા છે,આદિવાસી વિસ્તારની આ વિદ્યાર્થીનીઓની પસંદગી થતા શાળામાં ખૂબજ ઉત્સાહનો માહોલ સર્જાયો. શાળા માટે ગૌરવમય અવસર આવ્યો,જે હાઇસ્કૂલ માટે હંમેશા ગૌરવ અને ઐતિહાસિક બાબત બની રહેશે.

નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી, મંડળના પ્રમુખ ઠાકોર કાકા, ઉપપ્રમુખ પિનાકીનભાઈ અને મંત્રીશ્રી જશુભાઈ નાયક એ શાળાની ત્રણેય વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા. શાળાના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીનીઓની પસંદગી માટે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી સંજયસિંહ ડી. પરમાર દ્વારા”વિદ્યાર્થીનીઓની પસંદગી એ શાળાની ગુણવત્તાલક્ષી શિક્ષણ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની નીપજ છે” એમ જણાવી માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યાલયનો અને દિલ્હી સરકારનો આભાર માનવામાં આવ્યો.