બોડેલી: છોટાઉદેપુરના વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી લોકો વસવાટ કરે છે પણ વર્તમાનમાં ત્યાં ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગતરોજ બોડેલીના ઢોકલિયા ગામમાં હવામાં ફાયરિંગ કરતી વેળાએ આઠ વર્ષની આદિવાસી બાળકીના પીઠ પર થઈ ઈજા થવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ઢોકલિયા ગામમાં હવામાં ફાયરિંગ કરતી વેળાએ આઠ વર્ષની આદિવાસી બાળકી ના પીઠ પર થઈ ઈજા થવાની ઘટના બની છે. ફાયરિંગમાં બાદ ધાબા ઉપર પરિવારે જઈને જોયું તો ખુરશીમાં કાણું પડી ગયું હતું.

ખુરશીની બાજુમાં રિવોલ્વરની ગોળી પડેલી હતી તેના ઉપરથી અંદાજો આવી શકે કે રિવોલ્વર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવને પોલીસને જાણ કરવામાં આવતાં બોડેલી પોલીસે દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.