ધરમપુર: આદિવાસી બાળકો શિક્ષણમાં પ્રગતિના પંથે આગળ વધે અને તેમને સરળતાથી શિક્ષણ મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે નથી ધરમપુર તાલુકાની સિંન્દુમ્બર પ્રાથમિક શાળા ખાતે 50 વિદ્યાર્થીઓને સાયકલનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી બાળકો શાળાથી દૂર અને ચાલીને જવું પડતું હોય જેથી બાળક સમય સર પહોંચી ન શકે, ટ્રાન્સપ્રોટેશન થી જતા બાળકને વાલીની ટુંકી આવકમાંથી તેનો ખર્ચ બચી જાય અને સમયસર બાળક શાળાએ જઈ શકે તેવા સેવાના શુભ આશ્રયથી ધરમપુર તાલુકાના સિંન્દુમ્બર ગામે તારીખ 13- 01- 2024ના રોજ 50 વિદ્યાર્થીઓને સાયકલનું નિ:શુલ્ક વિતરણ થયું હતું

આ સાયકલ વિતરણ Canara Robeco Mutual fund તરફથી આયોજીત એક CSR (કોર્પોરેટ સામાજિક જવાબદારી) હેઠળ પ્રાઇમરી સ્કૂલ સીદુમબર ગામમાં ભણતા સાતમાં, આઠમાં અને નવમાં ધોરણના 50 વિદ્યાર્થીઓને કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ સુરતના કલસ્ટર મેનેજરશ્રી રીતેશ જરીવાલા તથા ડેપ્યુટી મેનેજર શ્રી ચિંતન પટેલના હસ્તે વિદ્યાર્થીને સાયકલ વિનામૂલ્યે આપવામાં આવી હતી.